તમારા અંગમાં ટચાકાનું મ્યુઝિક વાગતું હોયતો ચેતી જજો

તમારા અંગમાં ટચાકાનું મ્યુઝિક વાગતું હોયતો ચેતી જજો

તમારા અંગમાં ટચાકાનું મ્યુઝિક વાગતું હોયતો ચેતી જજો

Posted by Shiroya Spinetics | September 6, 2017 | knee pain, Shoulder Pain
અંગમાં ટચાકાનું મ્યુઝિક

શું તમારા સાંધામાંથી ટચાકાનો અવાજ આવે છે?

અંગ્રેજીમાં કહેવત છે કે “મોશન ઈઝ લોશન”. હલનચલન વધારવું. વધુ સમય બેસી ન રહી થોડો થોડો સમય ઉભા થઇ ચાલવું, પોઝીશનને સતત બદલવી. સાંધાના અવાજોથી બચી શકાય છે.

આપણે ઘણીવાર નીચા નમીએ- વાંકા વળીએ અથવા બેસીએ કે ઉભા થઈએ ત્યારે એકાએક શરીરના કોઈ સાંધામાંથી કટાકાનો કે ટચાકાનો અવાજ આવતો હોય છે. કોઈ પ્રયાસ કર્યા વિના એકાએક અને અનાયાસે જ આવો ટચાકો ફૂટતો હોય છે. ઘણીવાર આવો ટચાકો ફૂટ્યા પછી આપણે રિલેક્સ-રાહત અનુભવતા હોઈએ છીએ. સાંધાના બે હાડકા ઘસાવાના કારણે ટચાકાનો અવાજ આવતો હોય છે.

મોટેભાગે ઘૂંટણ, ગરદન, પીઠ કે ખભામાંથી આ પ્રકારના કડાકા થતા હોય છે. ગરદન કે ઘૂંટણને ફેરવવાથી પણ આવા અવાજ આવે છે. આવો અવાજ ક્યારેક મોટો પણ હોય છે. સાંધા ઘસાઇ જવાને કારણે અથવા સાંધામાં કંઈક ગરબડ હોવાને કારણે આ પ્રકારના ટચાકા ફૂટતા હોવાની સામાન્ય માન્યતા પ્રવર્તે છે. મેડીકલ ટર્મિનોલોજીમાં તેને ક્રેપિટસ(CREPITUS) કેહવાય છે.

સાંધાના અવાજ ક્યારે જોખમકારક?

સાંધાના અવાજોને આવે એટલે સામાન્ય રીતે આપણને ગભરાટ થતો હોય છે. હાડકાં ઘસાઇ રહ્યા હોવાની ચિંતા પણ થતી હોય છે. પરંતુ આ વાત તમામ સંજોગોમાં સાચી નથી. સામાન્ય સંજોગોમાં આવો અવાજ આવે તો ગભરાવા જેવું હોતું નથી, પણ જો કડાકા બોલવાના સંગીતની સાથે જો સાંધા દુખાવો થતો હોય અથવા સોજો આવે તો તેમજ તેને કારણે થોડો સમય અકળાઈ જવાય કે રોજીંદા જીવનમાં કઈ તકલીફનો અનુભવ થાય તો ચેતી જવું. આ લક્ષણ સામાન્ય ગણવું નહી.

સાંધામાંથી અવાજ કેમ આવે છે?

આપણા શરીરના દરેક સાંધામાં ચીકાશયુક્ત જેલ હોય છે. આ જેલનું પ્રમાણ ઘટી જવાથી આ પ્રકારના અવાજો આવતા હોય છે. ઘણાને તો નાની ઉમંરમા પણ આવા અવાજો આવતા હોય છે. તેમને સવિશેષ ચેતી જવું. ઉમંર વધવાની સાથે કાર્ટીલેજમાં ઘસારો વધતો જાય છે. સાંધામાંની ચીકાશ ઘટી જતા સાંધા વચ્ચેની જગ્યામાં પણ ઘટાડો થાય છે. પરિણામે કડાકા ને ટચાકાના અવાજોનું પ્રમાણ વધી જતું હોય છે. એટલે જ નાની ઉંમરે આવું થયા કરે તો સાંધાની ચીકાશયુક્ત જેલ ઘટી રહી છે એમ સમજવું. તેને માટેના ઈલાજો કરવા માંડવા જોઈએ.

સાંધામાં અવાજ આવવાનું બીજું એક કારણ આપણી લાઈફસ્ટાઇલ પણ છે. આપણે કઈ રીતે ઉભા થઈએ, કઈ રીતે બેસતા હોઈએ છીએ, કઈ રીતે સુતા હોઈએ છીએ તેના પર સાંધાનું હલનચલન આધાર રાખે છે.

સાંધાના સ્નાયુ કઠણ હોવાને તેમની વચ્ચે ઘર્ષણ થાય છે ત્યારે અવાજ પેદા થાય છે. સ્નાયુ અને હાડકા વચ્ચે પણ ઘર્ષણ થવાથી અવાજ ઉત્ત્પન્ન થાય છે. આવા પ્રકારના અવાજ મુખ્યત્વે ઘૂંટણ તથા ખભામાંથી આવતા હોય છે. એનું કારણ એ છે કે ઘૂંટણ અને ખભા પાસે ઘણા સ્નાયુઓ અને લિગામેન્ટ આવેલા હોય છે. હાડકાંની ઉપર એ ફરે છે ત્યારે અવાજ ઉત્પન્ન થાય છે.

સાદા ઉપાયો: સાંધા-સ્નાયુના ટચાકા વધુ ફૂટતા હોય તેમણે હલનચલન વધારવું જોઈએ. દિવસ દરમિયાન વધુ સમય બેસી ન રહેવું. થોડો થોડો સમય ઉભા થઇ ચાલવું. પોઝિશનને સતત બદલ્યા કરતા રેહવું જોઈએ. અંગ્રેજીમાં કેહવત છે કે “મોશન ઈઝ લોશન” વધુ હરવા ફરવાથી સાંધાને લુબ્રિકન્ટ મળે છે. પરિણામે આવા અવાજોથી બચી શકાય છે.

જો આ સાંધામાં અવાજની સાથે દુખાવો અથવા તો સોજો આવતો હોય તો તમારા ડોક્ટરનો સંપર્ક કરવો અનિવાર્ય છે.

Blog Comments

Good information about crepitus

Thank u so much

Thanks for useful information given by you. Please send some simple solution- just like exercise & food habits etc.

You can perform any flexibility exercise which allow movements for all joint, also maintain Vit D and Calcium level of your body.

Sarvakal

Add a comment

*Please complete all fields correctly

Related Blogs

Posted by spinetics | 16 August 2018
Osteoarthritis of the knee is not a disease. It's an age-related normal phenomenon which occurs in every person at the different time period. At present, none of the modalities of…
ઘૂંટણ ની પાછળના ભાગ નો દુઃખાવો
Posted by spinetics | 20 September 2017
જાણો શિરોયા સ્પાઈનેટીક્સની સાથે મહિલાઓને થતો ઘૂંટણ ની પાછળના ભાગ નો દુઃખાવો અને તેનાં લક્ષણો, તેના પ્રકાર અને આ રોગ થવાનું કારણ , તેની સારવાર ની જાણકારી તથા ડોકટરનો સંપર્ક…
Posted by spinetics | 08 September 2017
આજના આધુનિક સમાજમાં આરોગ્ય અને તંદુરસ્તી અંગે જાગૃતતા સાથે, ફિઝીયોથેરાપી આરોગ્ય વ્યવસાયી તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તબીબી વ્યવસાય તરીકે ભૌતિક ચિકિત્સા 1813 માં ફિઝીયોથેરાપી પરના પ્રારંભિક લેખમાં છે, જે…