મહિલાઓ ને વધુ હેરાન કરતો ઘુટણ ની પાછળના ભાગ નો દુઃખાવો

મહિલાઓ ને વધુ હેરાન કરતો ઘુટણ ની પાછળના ભાગ નો દુઃખાવો

મહિલાઓ ને વધુ હેરાન કરતો ઘુટણ ની પાછળના ભાગ નો દુઃખાવો

Posted by Shiroya Spinetics | September 20, 2017 | knee pain
ઘૂંટણ ની પાછળના ભાગ નો દુઃખાવો

જાણો શિરોયા સ્પાઈનેટીક્સની સાથે મહિલાઓને થતો ઘૂંટણ ની પાછળના ભાગ નો દુઃખાવો અને તેનાં લક્ષણો, તેના પ્રકાર અને આ રોગ થવાનું કારણ , તેની સારવાર ની જાણકારી તથા ડોકટરનો સંપર્ક ક્યારે કરવો જોઈંએ વગેરે માહિતી.

ઘણાના ઘૂંટણના સાંધાની પાછળ  સોજો આવેલો દેખાતો હોય છે. આ પણ એક પ્રકાર ના સાંધાની તકલીફ છે. મેડીકલ ટર્મીનોલોજી માં તેને બેકર સીસ્ટ કહે છે. સામાન્ય રીતે આ તકલીફ ગૃહિણીઓમાં વધારે જોવા મળતી હોય છે .

આ રોગ માં ઘૂંટણના સાંધા ની પાછળ સોજો આવી જતો હોય છે  અને તેમાં સાયનોવીયલ ફ્લુઈડ (પ્રવાહી ) ભરાય જતું હોય છે આ પ્રવાહી નું મુખ્ય  કામ સાંધા માં લુબ્રીકેશન કરવાનું હોય છે આ રોગ મુખ્યત્વે ઘૂંટણના સાંધાના આર્થરાઈટીસ(વા) સાથે જોવા મળતો હોય છે. આ રોગમાં ઘૂંટણમાં મુખ્યત્વે દુઃખાવો, સોજો અને સ્નાયુમાં સખતાઈ આવ્યાનો અનુભવ થતો હોય છે. ઘૂંટણના સાંધાને પકડીને  રાખતું જે આવરણ હોય છે, તેને જોઈન્ટ કેપ્સ્યુલ કેહવામાં આવે છે અને તેની આસપાસ સાયનોવીયમ આવેલું હોય છે. તેમાં જે પ્રવાહી હોય તેને સાયનોવીયલ ફ્લ્યુઈડ કહેવામાં આવે છે અને તેનું મુખ્ય કામ સાંધાને ઢીલાશ પૂરું પડવાનું હોય છે.

બેકર સીસ્ટમાં મુખ્યત્વે ઘૂંટણ ની પાછળ ના ભાગમાં આવેલી બર્સામાં સોજો આવી જતો હોય છે અને એમાં સાઈનોવીયલ ફ્લુઈડ(પ્રવાહી) ભરાય જતું હોય છે. આ રોગનું નામ ર્ડા. બેકરના નામ પરથી પડ્યું છે. તેણે સૌ પ્રથમ ૧૮૭૭માં આ રોગ વિશે જાણકારી આપી હતી. આ રોગને પોગલિટીયસ સીસ્ટ પણ કેહવામાં આવે છે. સામાન્ય રીતે આ સીસ્ટ ની સાઈઝ(કદ) નાના થી મોટું હોય શકે છે.ક્યારેક જ આ બંને પગમાં એક સાથે જોવા મળતું હોય છે .

તેના મુખ્ય બે પ્રકાર હોય છે.

(૧) પ્રાઈમરી બેકર સીસ્ટ- આ પ્રકાર ની સીસ્ટ મુખ્યત્વે ઘૂંટણ ની પાછળ જોવા મળતી હોય છે. મોટાભાગે તે નાની ઉમર ના લોકો તથા બાળકો માં જોવા મળે છે.આમાં મુખ્યત્વે સાઈનોવીયલ ફ્લુઇડ(પ્રવાહી) ઘૂંટણ ના સાંધા માંથી બર્સામાં જતું જોવા મળે છે અને આ રોગનું નિર્માણ થતું જોવા મળે છે.

(૨) સેકન્ડરી બેકર સીસ્ટ– આ પ્રકાર ની સીસ્ટ સામાન્ય રીતે ઘૂંટણ ની અન્ય તકલીફો જેવી ક આર્થરાઈટીસ (વા), મેનીસ્કસ ટીયર (ઘૂંટણની ગાદીનું ફાટવું) એટલે કે સામાન્ય રીતે ઘૂંટણમાં થતી તકલીફો ને લીધે ઘૂંટણ માં સાઈનોવીયલ ફ્લુઈડ (પ્રવાહી)નં પ્રમાણ વધી જતું હોય છે .તેથી સાંધા ની કેપ્સ્યુલમાં દબાણ આવતા બેકર સીસ્ટનું નિર્માણ થતું હોય છે તેથી આ સીસ્ટ ને સેકન્ડરી બેકર સીસ્ટ કહેવામાં આવે છે.

  • આ રોગ મુખ્યત્વે ૪ થી ૭ વર્ષ ના બાળકો તથા ૩૫ થી ૭૦ વર્ષનાં લોકોમાં પણ થતો હોય છે. સાંધાના  આર્થરાઈટીસ(વા),ઘૂંટણનાં લીગામેન્ટ તથા મેનીસ્કસ (ઘૂંટણની ગાદીનું ફાટવું) માં ઈજા થાય ત્યારે આ રોગ ખુબ જ સામાન્ય રીતે થતો જોવા મળે છે .
  • બેકર સીસ્ટમાં ઘૂંટણ ની પાછળ ના ભાગ માં સોજો જોવા મળતો હોય છે.તેના કારણે મુખ્યત્વે એ ભાગમાં દુખાવો રહતો હોય છે. જો આ સીસ્ટ મોટા પ્રમાણ માં હોય તો દર્દી ને ઘૂંટણ વાળવામાં તથા સીધા કરવામાં પણ ખુબજ તકલીફ પડતી હોય છે અને જયારે દર્દી ઉભા થાય ત્યારે ઘૂંટણ ની પાછળ ખુબ જ કઠણતા-જકડાશ નો અનુભવ થતો હોય છે. ઘણી વખત તેનાથી ઘૂંટણમાં ક્લીક તથા લોક થવાના સેન્સેશનનો પણ અનુભવ દર્દી ને થતો હોય છે .
  • આ રોગનું નિદાન મુખ્યત્વે ડોક્ટર દબાણ (પાલ્પેશન) દ્વારા તથા સોનોગ્રાફી થી થઈ શકતું હોય છે. ઘણી વાર MRI થી પણ રોગનું નિદાન થતું હોય છે.

સારવાર 

આ રોગ ની સારવાર માં મહત્વની બાબત એ છે કે રોગ થવાનું મુખ્ય કારણ જાણી એની સારવાર કરવામાં આવે તો બેકર સીસ્ટનો દુઃખાવો પણ ઓછો થઈ જતો હોય છે .

  • આ સીસ્ટ પર બરફ નો શેક દિવસ માં બે થી ત્રણ વખત ૧૦-૨૦ મિનિટ સુધી કરવો જોઈએ જેનાથી તે સોજો ઓછો થતો હોય છે .
  • સાથે સાથે ઘૂંટણ ના સાંધાની આસ પાસ ના સ્નાયુ જેવા કે કોડરીસેપ્સ , હેમસ્ટ્રીંગ તથા કાફ ની મજબૂતાઈ તથા સ્ટ્રેચિંગની કસરતો થી પણ ખુબ જ રાહત મળે છે.
  • ફિઝિકલ થેરાપીસ્ટ દ્વારા  આસપાસના સ્નાયુઓમાં કસરત કરવાથી પણ સોજો ઓછો થઇ જતો હોય છે.

Add a comment

*Please complete all fields correctly

Related Blogs

Posted by spinetics | 16 August 2018
Osteoarthritis of the knee is not a disease. It's an age-related normal phenomenon which occurs in every person at the different time period. At present, none of the modalities of…
Posted by spinetics | 08 September 2017
આજના આધુનિક સમાજમાં આરોગ્ય અને તંદુરસ્તી અંગે જાગૃતતા સાથે, ફિઝીયોથેરાપી આરોગ્ય વ્યવસાયી તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તબીબી વ્યવસાય તરીકે ભૌતિક ચિકિત્સા 1813 માં ફિઝીયોથેરાપી પરના પ્રારંભિક લેખમાં છે, જે…
અંગમાં ટચાકાનું મ્યુઝિક
Posted by spinetics | 06 September 2017
શું તમારા સાંધામાંથી ટચાકાનો અવાજ આવે છે? અંગ્રેજીમાં કહેવત છે કે “મોશન ઈઝ લોશન”. હલનચલન વધારવું. વધુ સમય બેસી ન રહી થોડો થોડો સમય ઉભા થઇ ચાલવું, પોઝીશનને સતત બદલવી.…