સ્નાયુઓમાં ગાંઠો પડી જતી હોય તો ચેતજો

સ્નાયુઓમાં ગાંઠો પડી જતી હોય તો ચેતજો

સ્નાયુઓમાં ગાંઠો પડી જતી હોય તો ચેતજો

Posted by Shiroya Spinetics | September 13, 2017 | Uncategorized
સ્નાયુઓમાં ગાંઠો

ઘણાના હાથ-પગમાં સ્નાયુની ગાંઠો થઇ ગઈ હોવાની ફરિયાદો હોય છે. આ કોઈ પ્રકારની કેન્સરની ગાંઠ નથી. પરંતુ સ્નાયુઓમાં ગાંઠો (muscle tumors) ખૂબ જ દુખાવો કરતી હોય છે. તેનાથી સમયસર ચેતી જવા જેવું  હોય છે. લગભગ ઘણા લોકોને આ પ્રકારની ગાંઠો પડેલી હોય છે. કેટલાકને તો તેનો અહેસાસ જ ન થાય, એ હદે નાની હોય છે. શરૂઆતમાં તેનો અહેસાસ થતો નથી. પરંતુ તે લાંબો સમય રહી જાય પછી દર્દ શરુ કરે છે. આ ગાંઠો પીડાદાયક હોય છે એ એની કપરી બાજુ છે. રોજીંદા જીવનમાં આ પ્રકારની ગાંઠો ઘણા દર્દીઓમાં ખૂબ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ તેને લગતી સાચી જાણકારી તથા નિદાનના અભાવે હોવાથી તેમાંથી મુક્તિ મળતી નથી અને ધીમે ધીમે આ ગાંઠોનું પ્રમાણ વધતું જાય છે. આ પ્રકારના ટ્રીગર પોઈન્ટ(સ્નાયુની ગાંઠો)નું નિદાન X-Ray, MRI કે Sonography માં પણ થઇ શકતું નથી.” ટ્રીગર પોઈન્ટ” સ્નાયુમાં બનતું ટેન્ડર નોડ્યુલ પરિસ્થિતિને સ્નાયુની ગાંઠ કેહવામાં આવે છે. સ્નાયુની ગાંઠોનું નિદાન માત્ર પાલ્પેશન(Palpation)દબાણ આપીને જ કરી શકાય છે. તેથી ઘણીવાર આ પ્રકારનું નિદાન થતું નથી.

સામાન્ય રીતે સ્નાયુમાં કોઈ ઈજા થાય ત્યારે રોગની શરૂઆત થાય છે, પરંતુ ટ્રીગર પોઈન્ટ(સ્નાયુની ગાંઠો) બનવા માટે કોઈ પણ પ્રકારની ઈજા થવી જરૂરી નથી. આ ખૂબ જ સામાન્ય બાબત છે. ટ્રીગર પોઈન્ટ એ સામાન્ય રીતે એક પ્રકારની ઈજા જ છે. પરંતુ બહારની કોઈ ઈજા થાય એ જરૂરી નથી.

જયારે સ્નાયુમાં સોજો આવે ત્યારે એ ન્યુરોલોજીકલી જ કોન્ટેકશન થતો હોય છે તેમાં કંઇઅસામાન્ય બાબત થતી નથી. પરંતુ ટ્રીગર પોઈન્ટ(સ્નાયુની ગાંઠો) બને એ નોન- ન્યુરોલોજીકલી કોન્ટેકશન હોય છે. સ્નાયુમાં ઘણા બધાં કોષો ચેતાતંત્રમાં સામેલ થયા વગર નાશ પામતા હોય છે. આ ગાંઠો જો તોડવામાં આવે તો એ દર્દીને સ્નાયુના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે, પરંતુ આ ગાંઠોને ક્લિનિકલી સાબિત કરવી ઘણી વાર અઘરી હોય છે. સ્નાયુની ગાંઠો સાબિત કરવા માટે મેડીકલ ક્ષેત્રમાં અત્યારે દબાવીને ચેક કરવાની પધ્ધતિ છે. સ્નાયુની ગાંઠોને કારણે એમાં સ્ટીફનેસ આવી જતી હોય છે, જેનાથી દર્દીઓને સાંધાની આસપાસ દુખાવો અને જડતાનો અનુભવ થાય છે.

સ્નાયુમાં આવી ગયેલી સ્ટીફનેસ તપાસવા માટે આજકાલ બે પ્રકારની પધ્ધતિ પ્રચલિત છે:

૧. MRE (મેગ્નેટિક રેજોનન્સ ઈલાસ્ટોગ્રાફી)

૨. VSE (નાઈબરેશન સોનો ઈલાસ્ટોગ્રાફી).

આ બંનેય પધ્ધતિઓમાંથી સ્નાયુમાં મિકેનિકલ ગુણધર્મ વિશેની જાણકારી મળે છે. જયારે પણ સ્નાયુમાં આવેલી ગાંઠોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે ત્યારે તેમાં નીચે મુજબના ફેરફાર જોવા મળે છે સતત દબાયેલી ગાંઠ સ્નાયુમાં લોહીનું પરિભ્રમણ ઓછુ કરી દે છે, તેથી ત્યાંના કોષોને ઓક્સિજન અને પોષક તત્વો મળવાનું પ્રમાણ ઓછું થઇ જાય છે જેનાંથી ત્યાં મેટાબોલીક ટોક્સીન્સ અને વેન્ટ પ્રોડક્ટ ભરાઈ જાય છે, જે સ્નાયુમાં દુખાવો, ટેન્સન અને સોજો કરે છે. ધીરે ધીરે સ્નાયુ ગંઠાઈ જવાની આ પ્રક્રિયા શરીરમાં આગળ વધતી જાય છે. તેમાંથી અમુક ભાગ ખોટો પડી જવાનો ભય પણ રહેલો હોય છે. લોહીનું પરિભ્રમણ ન થવાને કારણે નળીઓ બ્લોક થવા લાગે છે, જેનાંથી પેરાલીસીસ જેવી હાલત પણ સર્જાય છે.

Add a comment

*Please complete all fields correctly

Related Blogs

Posted by spinetics | 27 November 2018
Posted by spinetics | 16 August 2018
આપણે ઘણીવાર નીચે નમીએ વાંકા વળીએ અથવા બેસીએ કે ઊભા થઈએ ત્યારે એકાએક શરીરના કોઈ સાંધામાંથી કટાકાનો કે ટચાકાનો અવાજ આવતો હોય છે.કોઈ પ્રયાસ કર્યા વિના એકાએક અને અનાયાસે જ…
Posted by spinetics | 12 April 2017
1.     Chronic pain is real People with chronic pain are often treated as if they are making up (or at least exaggerating) their pain. But the truth is that all…