બધી જાતના કમરના દુઃખાવામાં સર્જરીની જરૂર હોતી નથી

બધી જાતના કમરના દુઃખાવામાં સર્જરીની જરૂર હોતી નથી

બધી જાતના કમરના દુઃખાવામાં સર્જરીની જરૂર હોતી નથી

Posted by Shiroya Spinetics | October 4, 2017 | Back pain

ઘણી બધી વખત કમરના દર્દથી પીડાતા દર્દીઓ ઉતાવળમા સર્જરી કરાવવાનો નિર્ણય લેતા હોય છે, પરંતુ કમર એ જેટલી મનાય છે એવી બરડ (નાજુક) હોતી નથી એટલે તેમાં દુખાવો થતાં બહુ ઘભરાવાની જરૂર હોતી નથી , એટલે સૌપ્રથમ દુખાવો થવાનું કારણ જાણી એની સાચી અને સારી રીતે સારવાર થાય તો કોઈ પણ પ્રકારની સર્જરી વિના તેમાં ખૂબ સારી રાહત મેળવી શકાય છે.
કયાં કારણોથી કમરમા દુખાવો થઈ રહ્યો છે એ જાણવા માટે ઘણી વખત X-ray, MRI જેવા રિપોર્ટ કરાવ્યા પછી પણ દર્દીના કમરના દુ:ખાવા અને રિપોર્ટ મા તફાવત હોય છે, એટલે જ દર્દીની સાચી અને સારી રીતે તપાસ કરવામાં આવે, અને તેમાં તેના કમર ની આસ પાસ સ્નાયુ ઓનો પાવર તથા તેમાં રહેલો સોજો તથા કમરમાંથી નીકળતી નસ (Nerves) ના જુદા જુદા ટેસ્ટ કરીને પણ ચેક કરી શકાય છે. ખૂબ જ મહત્વ નું એ છે કે કમર ના મણકા એ એક પ્રકાર ના હાડકાં અને હાડકાં ને પકડી રાખવા માટે તેની આસપાસના સ્નાયુઓ તેને મદદ કરે છે. તે સ્નાયુઓ (એન્ટીગ્રેવિટી મશલ્સ) નબળા પડે તો બે મણકા એકબીજા પાસે આવવાની શરૂઆત થાય છે તથા તે સ્નાયુમાં સોજો આવી જાય છે , જેનાંથી કમર ના દુ:ખાવાની શરૂઆત થતી હોય છે.

ઘણી બધી વાર કમર ના દુઃખાવા અંગે એવી ગેરમનાયતાઓ હોય છે કે સ્ત્રીઓ ને ડીલીવરી(પ્રસૂતિ) પછી સામાન્ય રીતે સ્ત્રીઓ ને બંને બાજુ સેકરોઈલિયાક જોઈન્ટ (SI joint) નો દુ:ખાવો થતો હોય છે. તેનું કારણ એ છે કે પ્રસૂતિ દરમિયાન પેટ ના ભાગ મા વધારો થાય એટલે પાછળ કમર ની નજીક ના સાંધા સેકરોઈલિયાક જોઈન્ટ પર દબાણ તણાવ વધે છે. તેનાથી તેને પકડી રાખતા લીગામેન્ટમાં સોજો આવી જતો હોય છે. એ દુખાવો સ્ત્રીઓ ને પજવે છે , નહી કે કમર ના મણકનો… પરંતુ આ રોગ નું નિદાન ન થાય તો તેની સારવાર થઇ શકતી  હોતી નથી .
આજ રીતે ઘણી વાર સ્ત્રીઓ નું માનવું હોય છે કે સિઝેરિયન પછી કમરના મણકાનો દુઃખાવો થતો હોય છે કારણકે તેમને મણકામાં ઇન્જેક્શન આપવામાં આવ્યું હોય છે. પરંતુ એ પણ એક પ્રકારની ગેરમાન્યતા છે.કમરના દુઃખાવા નું કારણ ડીલીવરી(પ્રસૂતિ) દરમ્યાન કમર પર તણાવ ખુબજ વધી જતો હોય છે એની આસપાસ ના સ્નાયુમા આવેલો સોજો અને નબળાઈ હોય છે તથા  .
ઘણી બધી વખત લોકો એવું કહેતા જોવા મળે છે કે કમર નો દુઃખાવો તે  મગજમાં રહે એ પ્રકાર ની સાયકોલોજીકલ ઈફેક્ટ હોય છે. પરંતુ એવું દરેક કિસ્સા મા સાચું હોતું નથી . કમરનો દુઃખાવો અલ્સર(પેટમાં પડતું છાલું) જેવો હોય છે . શરીરમાં તણાવ વધે એટલે દુઃખાવો પણ વધે પણ એનો મતલબ એ પણ નથી કે તણાવ ઘટે એટલે દુઃખાવો સંપૂર્ણપણે મટી જાય .

આજ કાલ યોગા ને પણ કમરનાં દુઃખાવા માટેની સારવાર ગણવામાં આવે છે . પરંતુ તે  પૂર્ણ સાચું નથી ,કારણકે યોગા થી શરીર , મગજ અને આત્મા નાં સંતોલન મા ફેરફાર થાય છે તથા સ્નાયુ માં ફ્લેક્સીબિલિટી આવે છે અને તેનાથી તણાવ ઘટાડી શકાય છે,પરંતુ યોગાથી કમરના દુઃખાવાની સારવાર સંપૂર્ણપણે થઈ શકે છે એવું હોતું નથી . હા, એ શક્ય છે સ્નાયુની સ્ટ્રેચિંગ કસરત કરવાથી રાહત મળી શકે છે ઘણીવાર તો દર્દીઓ યોગા મા સાચી રીતે આસન ન કરવાથી જ કમર ના રોગો ની શરૂઆત થઈ હોય એવું જોવા મળે છે. ઘણા બધા લોકો જયારે લાંબા સમય થી કમર દુ:ખતી હોય ત્યારે એવું માનતા હોય કે તેમને મણકા મા કેન્સર કે ટી.બી. જેવી ભયંકર બીમારી નો દુઃખાવો તો નથી ને ? સામાન્ય રીતે 1% લોકોમાંજ આવું જોવા મળતું હોય છે , પરંતુ અમારા નિષ્ણાંત ડોકટરોની સલાહ પ્રમાણે તમને નીચેના માંથી કોઈ ચિન્હો જોવા મળે તો આગળ નિદાન કરાવવું જરૂરી છે  :

1. જો તમને સતત ખરાબ રીતે કમર નો દુઃખાવો 6(Six) અઠવાડિયાથી વધારે હેરાન કરતો હોય.
2. તમારા દુઃખાવામાં સતત વધારો થતો હોય અને કોઈ પણ પ્રકારની રાહત ન મળતી હોય .
3.જો તમને સાથળ અને થાપાના ભાગમાં ખૂબ જ  ઝણઝણાટી રેહતી હોય, ઝાડા પેશાબ ને કંટ્રોલ કરવામાં તકલીફ થતી હોય.
4. તમને ખુબજ ગંભીર અકસ્માત થયો હોય , જેમાં તમને મણકા પર ખૂબ જ વજન આવ્યું હોય તેના થી મણકા નું ફ્રેકચર થવાની સંભાવના વધી જતી હોય છે.

– આ ઉપરની કંડીશન (તકલીફો ) સીવાય અગર તમને ગાદીની આસપાસ સોજો આવી ગયો હોય , પગમાં ઝણઝણાટી આવતી હોય તો એના નિદાન માટે અમારા નિષ્ણાંત ડોકટરો  આગ્રહ રાખતા હોઈ છે એથી ખુબજ સારી રીતે ઓપરેશન વગર સારવાર સફળ બને.

Add a comment

*Please complete all fields correctly

Related Blogs

Posted by spinetics | 08 September 2017
આજના આધુનિક સમાજમાં આરોગ્ય અને તંદુરસ્તી અંગે જાગૃતતા સાથે, ફિઝીયોથેરાપી આરોગ્ય વ્યવસાયી તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તબીબી વ્યવસાય તરીકે ભૌતિક ચિકિત્સા 1813 માં ફિઝીયોથેરાપી પરના પ્રારંભિક લેખમાં છે, જે…
ice vs heat
Posted by spinetics | 26 August 2017
Which is better,Read Some Information about ice vs heat in our article. Ice and heat are easy, natural, affordable ways to relieve pain. Ever…
Posted by spinetics | 12 April 2017
Fever and Back Pain Fever combined with back pain can indicate an infection in your kidneys or back. A primary care physician can determine if you need antibiotics to eliminate…